Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ભરૂચ : ગોલ્ડનબ્રિજના 141 વર્ષે 4633 ફૂટ લાંબી ગ્રીન કાર્પેટ બિછાવાઈ :યોગ દિવસની ઉજવણી માટે વાહનો પર પ્રતિબંધ

તિરંગા ફુગ્ગાથી શણગારેલા બ્રિજમાં 1000 થી વધુ વિદ્યાર્થી કરશે યોગા: બ્રિજમાં દર 100 મીટરે કુલ 14 ટીવી સ્ક્રીન અને સ્પીકર્સ: ભરૂચ તરફ સ્ટેજ બનાવી અંકલેશ્વર છેડે વાહનો પાર્ક કરી શકાશે

ભરૂચ :.141 વર્ષમાં પહેલી વખત બ્રિજમાં 4633 ફૂટની ગ્રીન કાર્પેટ બિછાવવામાં આવી છે. ભરૂચ અને ગુજરાતના ગૌરવ એવા ગોલ્ડનબ્રિજ ઉપર પ્રથમ વખત વિશ્વ યોગદિવસની ઉજવણી થઈ રહી હોય સોમવારે બપોરે 12 કલાકથી મંગળવારે બપોરે 12 કલાક સુધી ગોલ્ડનબ્રિજ વાહનો માટે બંધ કરી દેવાયો છે.

આ ઐતિહાસિક અને આઇકોનીક ક્ષણે ગોલ્ડનબ્રિજને ટ્રાય કલર્સ બ્લુનથી શણગારવામાં આવનાર હોવાનું વિધાનસભા ઉપ દંડક દુષ્યંત પટેલે જણાવ્યું છે. એટલું જ નહીં 1412 મીટર લાંબા બ્રિજમાં દર 100 મીટરે ટીવી સ્ક્રીન અને સ્પીકર્સ મુકાશે. ભરૂચ તરફ સ્ટેજ બનાવાય રહ્યું છે. જ્યારે વહન પાર્કિંગની વ્યવસ્થા અંકલેશ્વર છેડે કરાઈ છે.

24 કલાક યોગ માટે બ્રિજ બંધ રહેતા વાહનચાલકોએ નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે. જિલ્લા કક્ષાની ગોલ્ડનબ્રિજમાં યોગાની ઉજવણીમાં વહીવટી તંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓ, શાળા, કોલેજો, સ્વૈચ્છીક સંસ્થાઓ અને નગરજનો જોડાનાર છે. ભરૂચ જિલ્લામાં તમામ 9 તાલુકા, ગ્રામ્ય, શાળા, કોલેજો, સંસ્થા, નગર પાલિકા ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગોલ્ડનબ્રિજમાં સાજ શણગાર, ટીવી સ્ક્રીન, સ્પીકર્સ અને તમામ વ્યવસ્થા પૂર્ણ થયા બાદ આજે મોડી સાંજે રિહર્સલ હાથ ધરવામાં આવશે.

મંગળવારે સવારે 6 કલાકથી ટ્રાય કલર્સ બ્લુનથી સજેલા 1.4 કિલોમીટર લાંબા ઐતિહાસિક ગોળન્ડબ્રિજમાં 1000 થી વધુ યોગ્ય સાધકોની વિવિધ યોગ મુદ્રાનો અદભુત નજારો જોવા મળશે.

(7:43 pm IST)