Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

'26-27 જૂન બાદ વડોદરા, આણંદ, ખેડામાં ભારે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ : રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. ત્યારે ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.' બીજી બાજુ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, '26-27 જૂન બાદ વડોદરા, આણંદ, ખેડામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.'

અત્રે ઉલેલ્ખનીય છે કે વલસાડ જિલ્લામાં ઉમરગામ, વાપી, પારડી સહિતના અનેક સ્થળે વરસાદ વરસ્યો. જેમાં સૌથી વધુ ઉમરગામમાં 5.8 ઈંચ વરસાદ નોંધાયો. જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

(8:49 pm IST)