Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગે GESIA આઇ.ટી એસોસિયેશન અને ઇન્ટીગ્રીટી ગૃપ સાથે એમઓયુ કર્યા

. GESIA એસોસિયેશન આગામી 5 વર્ષમાં કરશે રૂ. ર૦૦૦ કરોડનું રોકાણ કરી અંદાજે ૬૭૦૦ લોકોને રોજગારીની તકો ઉપલ્બઘ કરશે:ઇન્ટીગ્રીટી ગૃપ રૂ. ૧૦૦ થી ૧પ૦ કરોડનું રોકાણ કરીને ૩ હજાર જેટલી રોજગારીની તકો ઉપલ્બ થશે: મુ્ખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઘડાયેલ IT/ITES પોલિસી ર૦રર-ર૭ ને મળ્યો વ્યાપક પ્રતિસાદ.

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારની વધુ એક સિદ્ધી નોંધાઈ છે, આઈટી સેક્ટરની બે ખ્યાતનામ કંપની સાથે એમઓયુ કર્યા છે,રાજ્ય સરકારે  GESIA આઇ.ટી એસોસિયેશન અને ઇન્ટીગ્રીટી ગૃપ સાથે એમઓયુ કર્યા છે, GESIA એસોસિયેશન  આગામી 5 વર્ષમાં રૂ. ર૦૦૦ કરોડનું રોકાણ  કરશે,GESIA રાજ્યમાં આઇ.ટી સોફટવેર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે સેવા આપશે, ઇન્ટીગ્રીટી ગૃપ આગામી 3થી 5 વર્ષમાં રૂ. ૧૦૦ થી ૧પ૦ કરોડનું રોકાણ કરશે, ઇન્ટીગ્રીટી ગૃપ ર૦૧પ-૧૬ થી આ ક્ષેત્રે કાર્યરત  છે ,બંને કંપનીઓ અંદાજે 9700 લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ કરશે IT/ITES પોલિસી ર૦રર-ર૭ ને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે

(8:55 pm IST)