Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

દારૂની મહેફીલમાં ભાજપનો એકપણ હોદ્દેદાર નહોતો :મને બદનામ કરવા ષડયંત્ર : ધારાસભ્ય જીગ્નેશ સેવક

મહિસાગરમાં વાયરલ વિડિઓ મામલે ધારાસભ્યં જીગ્નેશ સેવકનો ખુલાસો

અમદાવાદ : તાજેતરમાં મહિસાગરના જિલ્લાના કેટલાંક રાજકીય કાર્યકર્તાઓ દારૂની મહેફિલ માણી રહ્યાં હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ કાર્યકર્તાઓ ભાજપના કાર્યકરો હોવાની ચર્ચા ચાલી રહી છે. વાયરલ વીડિયોમાં કેટલાંક યુવાનો દારૂની મહેફિલ માણતા નજરે ચડી રહ્યાં છે. જો કે, કોઇ ચોક્કસ નેતાને બદનામ કરવાના હેતુથી આ વીડિયો વાયરલ કરાયો હોવાની ચર્ચા ચાલી રહી હતી. વીડિયોમાં ભાજપના MLA સહિત હોદ્દેદારો હોવાની સોશ્યીલ મીડિયામાં ચર્ચા હતી. MLA જીગ્નેશ સેવકના નામે વીડિયો વાયરલ થયો હતો.  જે બાદ  વીડિયો સંદેશ દ્વારા સમગ્ર ઘટના કાવતરું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

'અત્યારે હાલમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મને રાજકિય રીતે બદનામ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે.તે હેતુથી જ આ વીડિયો વાયરલ થઈ રહ્યો હોય તેવુ જણાય છે. ગઈકાલે હું પ્રાથમિક સદસ્યતા અભિયાનમાં ખાનપુર તાલુકાના વિસ્તારમાં હતો. ત્યાંથી રાજસ્થાનની બોર્ડર 10 કિલોમીટરના વિસ્તારમાં આવેલી છે. લુણાવાડા વિધાનસભા બેઠકના મતદારો અરસપરસ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર રહેતા હોય છે અને અવરજવર કરતાં હોય છે. મને નાનામાં નાનું આમંત્રણ હોય તો પણ અચૂક હાજરી આપવા જઉ છું એ મારો સ્વભાવ છે. 'આ પાર્ટી અને મને બદનામ કરવાનું ષડ્યંત્ર છે. દારૂની મહેફિલમાં ભાજપનો એક પણ હોદ્દેદાર ન હતો તેવો દાવો જીગ્નેશ સેવકે કર્યો છે. વધુમાં કહ્યું કે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત મુલાકાત લીધી હતી

'બીજી એક સ્પષ્ટતા પર કહ્યું હતું કે સ્વીમિંગ પુલ પર જે ફોટો છે તે સિંધુર વનનો છે. પણ દારૂ પાર્ટીનો જે વીડિયો બતાવવામાં આવી રહ્યો છે. તેમાં ભારતીય જનતા પાર્ટીઓનો કોઈ સામાન્ય કાર્યકર્તા પણ નથી. મૈ તમામ ખાતરી કરી લીધી છે. મારા અને મારી પાર્ટીના વિરોધીઓ હોય તે લોકો જે સામાજિક સંગઠનના અગ્રણીઓ છે જે દારૂની મહેફિલ કરી રહ્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ગણાવી રાજકીય રીતે ગુમરાહ કરી રહ્યા છે. મને માહિતી મળી છે કે આ વીડિયો રાજસ્થાનની જગ્યામાં ઉતરેલો છે.'

(9:59 pm IST)