Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રાજપીપળા બ્લોક હેલ્થ ઓફિસ ખાતેથી વિશ્વ યોગ દિવસ માટેની જાગૃતિ રેલી યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તારીખ 21 જૂન નાં રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આ ઉજવણી થનાર હોય જેના ભાગરૂપે લોકોમાં યોગ બાબતેની જાગૃતિ આવે તેવા આશયથી રાજપીપળા ખાતેની બ્લોક હેલ્થ ઓફિસ ખાતેથી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી જેમાં નીલાંબરી બેન પરમાર આરોગ્ય સમિતિ ચેરમેન, જિલ્લા પંચાત, ડો.મનીષાબેન વસાવા,ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર, નાંદોદ, ડો.રવિભાઈ દેશમુખ, મેડિકલ ઓફિસર, રાજુવાડીયા, પારસભાઈ જૈન, ઇન્ચાર્જ તાલુકા હેલ્થ સુપરવાઈઝર ,નાંદોદ સહિત ગરુડેશ્વર તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જેઓ હાથમાં યોગ બાબતેની જાગૃતિ માટેના બેનરો સાથે આ રેલી શહેર નાં મુખ્ય માર્ગો ઉપર ફરી હતી

(10:09 pm IST)