Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ભાજપ સરકારમાં તમામ વિભાગો ભ્રષ્ટાચાર: અગાઉ મહેસુલ મંત્રીએ પણ કર્યો હતો સ્વીકાર

પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર મુદ્દે સી.આર.પાટીલના નિવેદન પર કોંગ્રેસનો વળતો પ્રહાર

અમદાવાદ ખાતે પોલીસ વિભાગના એક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યુ કે, પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર મહેસુલ વિભાગ કરતા ઓછો હોય છે. પાટીલના આ પ્રકારના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. સી.આર.પાટીલના નિવેદન પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો હતો.

 આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કટાક્ષ કર્યો છે. તેમણે જણાવ્યુ કે, ભાજપ અઘ્યક્ષ અર્ધસત્યના બદલે સત્ય બોલવું જોઈએ. માત્ર મહેસુલ વિભાગમાં જ નહીં પરંતુ ભાજપ સરકારમાં તમામ વિભાગો ભ્રષ્ટાચારમાં ખદબદી રહ્યા છે. એટલું જ નહી અગાઉના મુખ્યમંત્રી પણ મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચારનો સ્વીકાર કરી ચુક્યા છે.

અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે નિવેદન આપતા જણાવ્યું હતું.ચૂંટણી હોય કે પછી દિવાળી, ઇદ હોય કે નવરાત્રિ. દરેક વાર તહેવારે કે પછી કોઇ પણ મોટા આયોજનો દરમિયાન પોલીસને બંદોબસ્તમાં આપણે જોઇએ જ છીએ. કોરોના કાળમાં પણ પોલીસે પોતાની ફરજની સાથે સાથે ઉત્તમ કામગીરી કરી હતી. ત્યારે હવે સી.આર પાટીલે ગુજરાત પોલીસના પક્ષમાં એક મહત્વનું નિવેદન આપ્યું હતું. અમદાવાદ પોલીસ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આ.પાટીલે વધુમાં જણાવ્યુ કે પોલીસ અધિકારીઓએ પણ પોલીસકર્મીઓને મળવાનો સમય આપવો જોઇએ, જેથી તેમની સમસ્યાઓનું સમાધન આપી શકે.

(12:40 am IST)