Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ડેડીયાપાડા પારસી ટેકરામાં બાયોડિઝલ, સાધનો મળી રૂ.13.35 લાખના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડતી એલસીબી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પારસી ટેકરાના એક મકાનમાં બાયોડિઝલનું વેચાણ કરતા એક ઇસમને મુદામાલ સાથે નર્મદા એલસીબીએ ઝડપી લીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પી.આઈ અલ્પેસ પટેલે ઉપરી અધિકારીની સૂચના મુજબ એલસીબી ટીમ સાથે બાતમીના આધારે ડેડીયાપાડાના પારસી ટેકરા ખાતે રેડ કરતા સલીમભાઇ મહમદજી ખત્રી (રહે.પારસી ટેકરા , ડેડીયાપાડા) એ પોતાના મકાનમાં ગેરકાયદેસર બાયોડિઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી લીટર ૧૭,૪૦૦ કિ.રૂ.૧૨,૮, ૦૦૦ તથા ઉપયોગમાં લીધેલ સાધનો મળી કુલ કિ.રૂ .૧૩,૩૫,૧૦૦  ના મુદામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.

(12:00 am IST)