Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

૩૮૯ ઘેટા બકરા ભરી મુંબઈ જતી બે ટ્રક સાથે ૩ પકડાયા : પોલીસે તુરંત કાર્યવાહી કરી

યશભાઈ શાહએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી : પત્રકાર કાર્તિક બાવીશીએ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાને તેમજ નાયબ પોલીસ અધિક્ષક એમ.એન. ચાવડા તેમજ પારડી પીએસઆઈ બી.એન. ગોહિલને ફોનથી જાણ કરી : જીવદયા પ્રેમી સેજલભાઈ મહેતા, રાજેશભાઇ શાહ, વિશાલભાઈ આહિર હાજર રહ્યા

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ :જીવદયા પ્રેમીએ પોલીસ કંટ્રોલમામાહિતી આપતા પોલીસ તુરંત આવી હતી બે ટ્રક અટકાવી તપાસ કરતા ટ્રકમાં ખીચોખીચ અને ઘાસ ચારાની સુવિધા વિના ભરેલા ઘેટા બકરા મળી આવ્યા હતા. ટ્રક ચાલક પાસે પરમિટ માંગતા એક ટ્રકમાં પરવાનગી હતી પરંતુ વેટેરનરી સર્ટિફિકેટ ન હતું તો બીજી ટ્રકમાં પરમિટ કરતાં વધુ ઘેટા બકરા મળ્યા હતા જેથી બંને ટ્રકનો પોલીસે કબ્જે લઇ બંને ટ્રક માંથી કુલ 490 ઘેટાં બકરા જેની કિંમત રૂ 7.78.000ને સાર સંભાળ માટે રાતા પાંજરાપોળ મોકલી બંને ટ્રકના ચાલક રોશન પીર મોહંમદ ઘોશી રહે મદીના મસ્જિદ બકરા મન્ડી રાણીપ અમદાવાદ,યુસુફ સલીમ નાગોરી રહે મુંબઇ મલાડ ઇસ્ટ, પઠાણ વાડી,ક્લીનર મુસ્તાક ખુદાબક્ષ શેખ રહી અમદાવાદ સ્ટેશનની ધરપકડ કરી હતી. અમદાવાદનો જુબેર બાબુ ઘોશી તેમજ હુસેન મુસ્તાક શેખ રહે રાણીપ અમદાવાદને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
 

(10:40 am IST)