Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

દક્ષિણ ગુજરાતમાં પાંચ ઈંચ સુધીનો ભારે વરસાદ

રાજયના ૩૦ જિલ્લાના ૧૧૧ તાલુકાઓમાં રમઝટ બોલાવતા મેઘરાજા : મધુવન ડેમના સાત દરવાજા ખોલી મોટી માત્રામાં પાણી છોડાતાં કાંઠાના ગામોને એલર્ટ કરાયાઃ દક્ષિણ ગુજરાત પંથકની ઔરંગા, વાંકી, તાંન અને માંન સહિતની લોકમાતાઓ ગાંડીતુર

(જીતેન્દ્ર રૂપારેલીયા) વાપી,તા.૨૦: ચોમાસાની આ સિઝનમાં મેઘરાજાએ જૂન માસમાં એન્ટ્રી કર્યા બાદ જાણે વિરામ ઉપર ઉતરી ગયા હતા ત્યાર બાદ હાલમાં જુલાઈ માસના ત્રીજા અઠવાડિયામાં જાણે મેઘરાજા કસરપૂરી કરવાના મૂડમાં હોય તેમ જણાય છે.

ફ્લડ કંટ્રોલ પાસે મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો....

કપરાડા ૧૩૧ મી.મી ધરમપુર ૧૦૮ મીમી, ખેરગામ ૮૦, આહવા ૭૫, વઘઈ ૭૦ મહુવા ૬૮ સોનગઢ ૬૪ તિલકવાડા ૬૦ વ્યારા ૫૯ ઉમરપાડા ૪૭ ઉમરગામ ૪૬ વાલોડ ૪૫ સુબીર ૪૫ ચીખલી ૪૩ માંગરોળ અને વાંસદા ૪૨ જેતપુરપાવી ૪૦ વલસાડ ૩૭ ડોલવણ ૩૧ વાપી ૨૯ ગણદેવી અને પારડી ૨૮ તથા ગોધરા અને પલસાણા ૨૬... ૨૬ મિ.મી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજ્યના ૮૭ તાલુકાઓમાં એક મિમી થી લઇ  ૨૪ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે

આ લખાઈ રહ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઘેરાયેલા વાતાવરણ વચ્ચે હળવોથી ભારે વરસાદ ચાલુ છે.

(11:35 am IST)