Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

આઈપીએસ બઢતી, બદલી વિલંબ, ખેડા એસપી દિવ્ય મિશ્રા સેન્ટ્રલ આઈબીમાં ડેપ્યુટી ડાયરેકટર નિમાયા

રાહ જોતા હતા ડીઆઈજી પદે બઢતીની, પસંદગી પામ્યા કેન્દ્ર ગુપ્તચર વિભાગમાં, રસપ્રદ ઘટના : કોરોનાકાળ તથા લોકડાઉન દરમિયાન આ આઈપીએસ દ્વારા થયેલ કાર્યવાહીની નોંધ તમામ લેવલે લેવાઈ હતી

રાજકોટ તા.૨૦: રાજય પોલીસ તંત્રમાં  આઇપીએસ અને જીપીએસ લેવલે હાલ તુરત બદલી બઢતી કાર્યને બ્રેક લાગી છે, ત્યારે જેમને અન્ય એસપી લેવેલના આઇપીએસ અધિકારીઓ સાથે બઢતી મળનાર છે તેવા ખેડા એસપી દિવ્ય મિશ્રાની પસંદગી સેન્ટ્રલ આઈબીમાં એડી.ડેપ્યુટી ડાયરેકટર તરીકે પસંદગી થયાનું સૂત્રો જણાવે છે.                                          

આઇપીએસ વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ કેન્દ્ર દ્વારા ૨૦૦૭ બેચના આ આઇપીએસ અધિકારીની પસંદગીની જાણ ગુજરાતના મુખ્ય સચિવને પણ કરી દેવામાં આવી છે.        

સૂત્રો અને ઉચ્ચ અધિકારીઓમાં ચાલતી ચર્ચા મુજબ ખેડા એસપી દિવ્ય મિશ્રાનો  કેન્દ્રીયગુપ્તચર  વિભાગનો કાર્યકાળ ૪ વર્ષનો નકકી કરવામાં આવ્યો છે તેઓને શકય તેટલી બનતી ત્વરાએ મુકત કરવા પણ માંગણી થયાનું પણ ચર્ચાઈ રહ્યું છે્.                                                

 અત્રે યાદ રહે કે કોરોના કાળ દરમિયાન લોકોની સાથે સાથે પોલીસ અધિકારીઓ અને સ્ટાફ ફિટ રહે તે માટે યોગા ચેલેન્જ જેવા કાર્યક્રમો , વડીલો માટે સેવા,લોક ડાઉન દરમિયાન જરૂરિયાતમંદ માટે ખાસ યોજના દ્વારા કરેલ કામગીરી ખૂબ પ્રશંસનીય રહેલ.

(11:36 am IST)