Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પેટ્રોલ-ડીઝલ રૂ.૬પ-૭૦ અને ગેસ રૂ.૩૦૦માં આપી મોદી સરકાર ''અચ્છે દિન'' લાવી બતાવે : ગાયત્રીબા વાઘેલા

રાજય-કેન્દ્ર સરકાર બેરી, મુંગી, આંધળીઃ મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસના મહિલા પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં અમદાવાદમાં જનચેતના રેલી

અમદાવાદ, તા. ર૦ : પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજરોજ અમદાવાદ ખાતે મોંઘવારી વિરોધ મા અને લોકો ના પ્રશ્ન ને વાચા આપવા યોજવામા આવેલ જન ચેતના કાર્યક્રમ રેલીમા ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસ પ્રમુખ અને લડાયક મહીલા નેતા ગાયત્રીબા વાઘેલા ની આગેવાનીમા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત  મહીલાઓ દ્વારા હાથમા  ખાલી ચૂલા તેમજ માથા ઉપર પ્રાઈમસ લઈ પ્રદર્શન યોજી રાજ્ય અને કેન્દ્ર ની બેરી, મુગીં, અને આંધળી ભાજપ સરકારને ઢંઢોળી જગાડવા પ્રાયસ કરી મોંઘવારી નો જબરદસ્ત  વિરોધ કરવામા આવ્યો હતો 

ગાયત્રીબા વાઘેલાએ જણવેલ કે છાસવારે નિવેદનો દેતા ભાજપ ના શેરી થી લઈ સાંસદ સુધી ના નેતાઓ મોઘવારી ના મુદ્દે કેમ ચુપ છે, પેટ્રોલ-ડીઝલ રાંધણ ગેસ LPG સહીતની વસ્તુઓ તેમજ દુધ,ખાંડ, તેલ, કઠોળ, શાકભાજી, રસોઈ માટે તમામ ચીજ વસ્તુઓના ભાવ વધારાયે મધ્યમ-ગરીબ માણસોનુ જીવન જીવવુ દોહલુ કરી નાખ્યુ છે તો ઊંચી શિક્ષણ ફી થી મા બાપ સંતાનો  ને ભણાવી પણ શકતા નથી, અચ્છે દીનના સપના દેખાડી સતામા આવેલ ભાજપ ની સરકારના બટક બોલા મંત્રીશ્રી ઓ શ્રુતિ ઈરાનીજી, પ્રકાશ જાવડેકર, રાજનાથસિંહ  મોંઘવારી ના મુદ્દે ભૂતકાળ ની જેમ કેમ કાઈં બોલતા નથી ,ત્યારે જનતા કહી રહી છે કે કોગ્રેસ સરકાર ના ૬૫ કે ૭૦ પેટ્રોલ-ડીઝલ અને ૩૦૦ નો રાંધણ ગેસ ના બાટલા વાળા અચ્છા દીવસો મોદીજી પાછા આપે ભુતકાળ મા વિશ્વ નિ મહાન અર્થશાસ્ત્રીદ દેશ ના પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ને મોન રહેતા હોવા નુ કહેતા મોદી સાહેબ આજે મોંઘવારી ના મુદ્દે ઘોર નિંદ્રા મા હોય તેવુ જનતા કહી રહી છે તયરે તત્કાલીક જાગે અને પેટ્રોલ-ડીઝલ રાંધણ ગેસ  સહીત ની વસ્તુઓ  મા જીંકવામા આવેલો ૩૦૦થી૫૦૦ ગણો ભાવવધારો પરત ખેંચી કોરના મહામારી અને માસ્ક સહીત ના અનેક દંડ થી પિડાતી પ્રજા ને રાહત આપે ખોટી આંકડાઓ ની માયાજાળ રચી લોલીપોપ જેવી રાહત ના પેકેજ ની જાહેરાતો બંધકરી જનતા ની સાચી મનની વાત સમજે  નહીતર આવનારા દીવસો મા જનતા ભાજપ ને માફ નહી કરે. તેમ અંતમાં ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ જણાવેલ.

(3:21 pm IST)