Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મેઘરાજની દે ધનાધનઃ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગરગડીયાનો પુલ પાણીમાં ગરકાવ

નવસારીના ખેરગામ તાલુકાના નાંધઈ અને વલસાડના મરલા ગામને જોડતો ગરગડીયાનો પુલ પાણીમાં ગરકાવ થતા ખેરગામ અને વલસાડના ગામો સંપર્ક વિહોણાઃ હોમગાર્ડના જવાનો તૈનાત

વલસાડઃ ખેરગામ તાલુકામાં ૪૦ કલાકમાં ૨૫૭ એમ.એમ (૧૦.૧૧ઈંચ) જેટલો ધોધમાર વરસાદ ખાબકતા ખનકીનાળા અને ખેતરોમાં ચારે તરફ પાણી પાણી નજરે પડયા હતા.જ્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે ખેરગામ તાલુકા માંથી પસાર થતી ઔરંગા સહિતની લોકોમતાઓમાં ઘોડાપુર આવતા ખેરગામ તાલુકાના નાંધઇ અને વલસાડના મરલા ગામને જોડતો ગરગડીયાનો પુલ પાણીમાં ગરકવા થઈ ગયો હતો.જેના કારણે ખેરગામ અને વલસાડના ગામોનો સંપર્ક તૂટી જતા ખેરગામમાં આવતા લોકોએ લાંબો ચકરાવો લેવાની નોબત આવી હતી.

જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેરગામ તાલુકામાંથી પસાર થતી ઔરંગા સહિતની લોકમાતાઓમાં ઘોડાપુર આવતા નદી બને કાંઠે વહેતી થઈ હતી.જેના કારણે ખેરગામ તાલુકાના નાંધઇ અને વલસાડના મરલા ગામને જોડતો ગરગડીયાનો પુલ પાણીમાં ગરકાવ થતા ખેરગામ અને વલસાડના ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.

(3:58 pm IST)