Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વડોદરામાં ટ્રેનમાં મુસાફરી દરમ્યાન ઊંઘ કરવી મહિલાને ભારે પડી:ગઠિયો પર્સ સહીત મોબાઈલ ઉઠાવી છૂમંતર....

વડોદરા: શહેરમાં ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊંઘી ગયેલી મહિલાના રોકડ રકમ, બે મોબાઇલ રાખેલ પર્સની ચોરી થઇ છે.

આ અંગેની વિગત એવી છે કે મુંબઇના બોરીવલીઇસ્ટ ખાતે પુરુષોત્તમપાર્કમાં રહેતા આરતીબેન હીરેનભાઇ ગાલા પરિવારના સભ્યો સાથે તા.૨૬ જૂનના રોજ કચ્છ એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં બેસી ભચાઉથી મુંબઇ જતા હતાં. ટ્રેન વહેલી સવારે વડોદરાથી પસાર થતા આરતીબેન ઊંઘમાંથી જાગી જતા સીટ પર મૂકેલું પર્સ જણાયું ન હતું. તેમણે પરિવારના સભ્યોને જગાડી તપાસ કરવા છતા પર્સ મળ્યું ન  હતું.

દરમિયાન બોરીવલી રેલવે સ્ટેશન ઉતર્યા બાદ તેમણે પોલીસ ફરિયાદ આપી હતી. પર્સમાં રોકડ રકમ તેમજ બે મોબાઇલફોન મળી કુલ રૃા.૪૨૫૦૦ની મત્તા હતી. આ ફરિયાદ વડોદરા પોલીસમાં ટ્રાન્સફર થઇને આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(4:59 pm IST)