Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પસાર થઇ રહેલ ટેમ્પામાંથી ચાર ફૂટનો કોબ્રા જોવા મળતા દોડધામ મચી જવા પામી

અમદાવાદ: શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા નારણપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક ટેમ્પામાં ચાર ફૂટનો કોબ્રા ઝેરી કોબ્રા જોવા મળતા ટેમ્પા ચાલકે ટેમ્પો બાજુ ઉપર મુકી દેતા આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.અંતે મહામહેનતે એનિમલ લાઈફ કેર દ્વારા આ કોબ્રાનું રેસ્કયુ ઓપરેશન કરી સલામત સ્થળે છોડી દેવામાં આવતા સૌનો શ્વાસ હેઠે બેઠો હતો.

આ અંગે મળતી માહીતી મુજબ,સોમવારે બપોરે ૨.૩૦ કલાકના સુમારે નારણપુરાના દેવેન્દ્ર પાર્ક પાસેથી પાઈપો ભરીને એક ટેમ્પો ચાલક રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો.એ સમયે ટેમ્પા ચાલકને ટેમ્પાના પાછળના ભાગમાંથી કાંઈક વિચિત્ર અવાજ આવતા તેણે ટેમ્પો અટકાવી દઈ પાછળના ભાગમાં જોતા ચાર ફૂટ લંબાઈ ધરાવતો ઝેરી કોબ્રા પાછળના ભાગમાં મુકવામાં આવેલી લોખંડની પાઈપમાંથી બહાર નીકળી ફેણ ચઢાવી બેઠો હતો.આ દ્રશ્ય જોઈ ટેમ્પો બાજુ ઉપર મુકી ભાગ્યો હતો.

દરમિયાન ટેમ્પાચાલકે આ ઘટના અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગે એનિમલ લાઈફ કેરને જાણ કરતા વિજય ડાભી અન્ય લોકો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. કોબ્રાનું રેસ્કયુ ઓપરેશન કરી સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.જે ઝેરી હોવાનું તેમણે પ્રતિક્રીયા આપતા કહ્યું છે.

(5:00 pm IST)