Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

સી આર પાટીલનુ ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે એકવર્ષ પૂર્ણ થતા વિરમગામના સોકલી ખાતે વૃક્ષારોપણ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ભારતીય જનતા પાર્ટીના સંગઠનને સશક્ત કરવામાં યશસ્વી યોગદાન આપનાર પ્રખર વક્તા, સમર્પિત અને વરિષ્ઠ નેતા એવા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ  સી.આર. પાટીલને અધ્યક્ષ તરીકે પ્રથમ વર્ષ પૂર્ણ થયું છે. જે અંતર્ગત વિરમગામ તાલુકાના સોકલી ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં  વિરમગામ તાલુકા ભાજપના મહામંત્રી દિપકભાઈ પટેલ, ઈશ્વરભાઈ મકવાણા, સદસ્ય હરીભાઈ પરમાર સોકલી ગામ ના સરપંચ સરતનભાઈ ભરવાડ અને કાર્યકરો હાજર રહ્યા હતા (તસવીર- રસીક કોળી (રૂપાવટી)

(6:57 pm IST)