Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વિરમગામ માંડલ દેત્રોજ સાણંદ તાલુકા સહિત અમદાવાદ જિલ્લામાં અષાઢ સુદ અગિયારસથી ગૌરીવ્રતનો પ્રારંભ

કુમારિકાઓ દ્વારા જવારાનુ રૂ- કંકુ-ચોખા પુજાપા સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિરમગામ માંડલ દેત્રોજ સાણંદ તાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં અષાઢ સુદ અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે. કુમારિકાઓ દ્વારા ગૌરી વ્રત શરૂ થાય તે પહેલાં સાત ધાન લઈ જવારા ઉગાડવામાં આવ્યા છે. ગૌરી વ્રતના પ્રથમ દિવસે શંકર ભગવાનને યાદ કરીને કુમારિકાઓ દ્વારા જવારાનુ રૂ- કંકુ-ચોખા પુજાપા સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ગૌરી વ્રતના પ્રભાવથી કુમારિકાઓ ને મનગમતા માણીગર ની પ્રાપ્તિ થાય છે એવી ધાર્મિક માન્યતા રહેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગૌરી વ્રતમાં કુમારિકાઓ દ્વારા ઉપવાસ કરવામાં આવે છે અને ભગવાન શંકરની આરાધના કરવામાં આવે છે. કુમારિકાઓ દ્વારા શિવાલયમાં જઇને પણ જવારાનું પૂજન અર્ચન કરવામાં આવે છે.

(6:58 pm IST)