Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજ્યમાં 2022ની ચૂંટણી અંગે પ્રવીણ તોગડીયાએ કહ્યું- '' મોદી-શાહ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ ''

રાજ્ય સરકારે ધર્માન્તર મુદ્દે કડક કાયદો બનાવવો જોઈએ

ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પદને છોડ્યા બાદ પ્રવીણ તોગડિયાએ નરેન્દ્ર ભાઈ  મોદી અને અમિતભાઈ  શાહ વિશે નિવેદન આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડીયા ભરૂચની મુલાકાતે હતા. તે દરમિયાન તેમણે ધર્માંતરણ મુદ્દે નિવેદન આપ્યું હતું. તોગડિયાએ કહ્યું કે, સરકારે કડક કાયદો બનવવો જોઈએ. પ્રવીણ તોગડીયાનું આડકતરી રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમતિભાઈ  શાહને સમર્થન પણ હતું અને ગુજરાતમાં 2022ની ચૂંટણી અંગે સવાલનો જવાબ આપતા પણ પ્રવીણ તોગડીયાએ કહ્યું કે, મોદી-શાહ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ.

, ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત સરકારે કરેલા કાયદના સુધારાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ધર્માંતરણના કાયદમાં સરકારના સુધારા બાદ તેને ચેલેન્જ કરવામાં આવ્યો છે. અને અરજદારે અરજી સાથે કેટલીક દલિલો પણ કરી છે. જેમાં વ્યક્તિએ કયો ધર્મ નિભાવવો અને કયો ધર્મ અપનાવવો તે પોતાની અંગત બાબ છે. આ સાથે વધુ એક અરજી અન્ય ધર્મના વ્યક્તિ સાથે લગ્ન કરવાના મામલે સરકારની મંજૂરી જરૂરી છે. જેને લઈને પણ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી દેવાઈ છે. કોર્ટ દ્વારા અરજદારની અરજી સ્વિકારીને આગામી દિવસોમાં સુનાવણી કરવાની મંજૂરી મળી છે. 

આ સાથે વધુ એક કાયદો ગુજરાત સરકાર દ્વારા અમલી કરવામાં આવ્યો છે. જેને સામાન્ય રીતે લોકો લવ જેહાદ તરીકે ઓળખે છે. જેનું કાયદાકીય નામ ગુજરાત ધર્મ સ્વાત્ર્ય સુધારા વિધેયક 2021 છે. લવ જેહાદના આ કાયદાને પણ કોર્ટમાં ચેલેન્જ કારાયો છે. આ અંગે અરજીમાં અરજદારે કહ્યું કે, બંધારણથી વિપરીત કાયદો બનાવીને નાગરિકોના અધિકારો પર સરકાર તરાપ મારી શકે નહીં. અરજદાર દ્વારા કોર્ટમાં સમગ્ર મામલે ઝડપથી સુનાવણીની પણ રજા લેવાઈ છે. અને કોર્ટે પણ રજૂઆત સ્વિકારીને પરવાનગી અપાઈ છે

(11:19 pm IST)