Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ધારીખેડા સુગર ખાતે પ્રદેશ બીજેપી મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા વરસાદી પાણી સંગ્રહ, વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા બીજેપી દ્વારા આજના આ દિવસને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો પ્રદેશ અધ્યક્ષ  સી.આર પાટીલ વૃક્ષારોપણ અને જળ સંચયને વધુ મહત્વ આપે છે ત્યારે ગામનું પાણી ગામમાં અને સિમ નું પાણી સિમ માં રહે તે હેતુ થી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી .ધારીખેડા ખાતે ખાતે વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે  જળ સંચય કરતા બોરનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું તથા પટાંગણ માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને દક્ષિણ ઝોન પ્રભારી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ, નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી સતિષભાઈ પટેલ,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ,જિલ્લાના મહામંત્રીઓ,મોર્ચાના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રીપ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું કે આજના સમયની તાતી જરૂરિયાત જળ સંચય છે માટે ગામેં ગામ,ફળિયે ફળિયે વરસાદી પાણીનો સંચય કરવામાં આવે તે જરૂરી છે સાથે સાથે ઓક્સિજન મેળવવા માટે વૃક્ષારોપણ પણ એટલુંજ જરૂરી છે.માટે સૌએ આ બાબતનું ધ્યાન રાખી સમય સાથે ચલાવી જોઈએ.

(11:57 pm IST)