Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી : 9 બેઠક પર ઉમેદવારોની જાહેરાત

આમ આદમી પાર્ટી 182 વિધાનસભા બેઠક પર લડશે ચૂંટણી : આમ આદમી પાર્ટી અને BTPએ ગઠબંધન કર્યુ

ગાંધીનગર: આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આજે આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરીષદમાં વધુ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અગાઉ 10 ઉમેદવાર જાહેર કર્યા હતા. 

આમ આદમી પાર્ટીના 9 બેઠક પરના ઉમેદવારોનાં નામની વાત કરીએ તો રાજુ કરપાડા, પીયુષ પરમાર, કરસનભાઇ કરમુર, નીમીષા ખુંટ, પ્રકાશભાઇ કોન્ટ્રાક્ટર, વિક્રમ સોરાની, ભરત વખલા, જેજે મેવાડા અને વીપુલ સખીયાનાં નામે સામેલ કરવામાં આવ્યા છે. 

પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની 4, મધ્ય ગુજરાતની 2, ઉત્તર ગુજરાતની 3 અને દક્ષિણ ગુજરાતમાં 1 બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટી ગુજરાતની 182 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે. વિધાનસભાની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઠવી પણ લડશે. આમ આદમી પાર્ટી અને BTPએ ગઠબંધન કર્યુ છે.

(9:26 pm IST)