Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરોપા ખાતે સ્વાતંત્ર પર્વની હર્ષભેર ઉજવણી કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરોપા ખાતે ૭૬ માં સ્વતંત્રયતા દિવસની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ર્ડો. વિજયા વસાવાએ ધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપી હતી.       ર્ડો. વિજયા વસાવાએ ધ્વજવંદન કરી દેશની આન બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. તેમણે સ્વાતંત્રય સંગ્રામની લડતમાં પોતાના પ્રાણની આહુતિ આપનારા નામી-અનામી સૌ વીર શહિદ સ્વાતંત્રય સેનાની ઓને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પી હતી.આ વેળા આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.

(10:56 pm IST)