Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

વસો તાલુકાના મિત્રાલ ચોકડી નજીક કાર ગરનાળામાં ખાબકતા ચાલક સહીત બે નો આબાદ બચાવ

નડિયાદ : વસો તાલુકાના મિત્રાલ ચોકડી પરથી પસાર થતી કાર ટનગ લેવા જતા અચાનક ગરનાળા નજીક કાંસમાં ખાબકી હતી

જેની જાણ થતા સ્થાનિક રહીશોએ દોડી આવી કારમાં ફસાયેલા ચાલક સહિત બે વ્યક્તિઓને બહાર કાઢયા હતા. સદનસીબે કારમાં બેઠેલા નો બચાવ થયો હતો. મિત્રાલ ચોકડી રામોલ આખડોલ રોડ ,પીપળાતા તેમજ પીજ રોડ તરફના વાહનોની અવરજવરથી ધમધમતો રહે છે ત્યારે ટનગમાં આવેલ મિત્રાલ રામોલ રોડ પરનું ગરનાળુ સાંકડું હોઇ છાશવારે અકસ્માત સર્જાતા હોય છે

ત્યારે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા માર્ગ મકાન ખાતા દ્વારા મિત્રાલ ચોકડી પર નું ગરનાળુ પહોળું કરવા તેમજ ગરનાળાની સાઈડ પર સંરક્ષણાત્મક દિવાલ બનાવવા લાગણી વ્યાપી છે.

(11:26 am IST)