Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

સાવલી તાલુકાના કરચીયા ગામે જંતુનાશક દવાઓનું ગેરકાયદે ઉત્પાદન કરનાર બે શખ્સોની પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી

સાવલી:તાલુકાના કરચીયા ગામે રાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જંતુનાશક દવાઓનું ગેરકાયદે ઉત્પાદન કરતી કંપની પોલીસે ઝડપી પાડી બે  શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કરચીયા ખાતે આવેલી રાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કરચીયા ગામના મોહસીનભાઇ મહેમુદભાઇ રણાની માલિકીના શેડમાં પેટલાદના  સૌરભભાઇ રમેશભાઇ પટેલ કોઇ શંકાસ્પદ કેમિકલ રાખી તેનુ પૃથક્કરણ કરે છે અને તેના શેડમાં જે કેમિકલ સ્ટોર કરવામાં આવેલું છે તે કોઇક રીતે ચોરી અથવા છળકપટથી મેળવેલુ છે અને કેમિકલથી  કોઇ પ્રોડકટસ બનાવે છે, અને ગોડાઉનમાં અનઅધિકૃત સોલ્વન્ટનો જથ્થો હાલ મોટી માત્રામાં પડેલો છે, શેડમાં સૌરભભાઇ તથા તેનો માણસ પંખીલભાઇ શશીકાંતભાઇ પટેલ હાજર છે તેવી માહિતીના આધારે સાવલી પોલીસની ટીમે વહેલી સવારે દરોડો પાડી તપાસ  હાથ ધરી હતી.

શેડમાંથી ૭૦૦ લીટર એસીડ ભરેલા ૨૦ કારબા, ૫૦૦૦ લીટર પેટ્રોલિયમ સોલ્વન્ટ ભરેલા ૨૫ નંગ બેરલો મળી કુલ રૃા. લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સૌરભભાઇ રમેશભાઇ પટેલ(રહે.રાધે બંગ્લોઝ, દંતાલી રોડ, પેટલાદ) પાસે કંપની ચલાવવા અંગેના લાયસન્સ, સક્ષમ અધિકારીના પરવાના તથા કેમિકલ સ્ટોર કરવા અંગેના પરવાના તેમજ મળી આવેલ પેટ્રોલિયમ સોલ્વન્ટના બિલ રજૂ કરવા જણાવતા તેઓ પાસે કોઇ પણ પ્રકારના આધાર પુરાવા હતા નહી જેથી સાવલી પોલીસ દ્વારા યુનિટને સીલ કરવામાં આવ્યું હતું.   સોલ્વન્ટના સેમ્પલ વધુ તપાસ માટે એફએસએલને મોકવામાં આવ્યા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં સૌરભ પટેલ જંતુનાશક દવાઓનું ગેરકાયદે ઉત્પાદન કરતા હતાં તેમ જાણવા મળ્યું હતું.

(11:27 am IST)