Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

અમૂલ બાદ સુમુલે પણ દૂઘના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો ઝીકી દીધો

આગામી અઠવાડિયાથી લાગુ થઇ જશે નવો ભાવ

સુરત : લોકો પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે.અમુલ બાદ હવે સુમુલ ડેરીએ દુધના ભાવમાં વધારો કર્યો છે. પ્રતિલિટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો સુમુલે કર્યો છે. સાથે જ સુમુલ તાજા દૂધમાં પણ 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.મહત્વનું છે કે આગામી અઠવાડિયાથી દૂધના ભાવમાં વધારો અમલી કરાશે.
  એક તરફ પેટ્રોલ-ડીઝલ અને શાકભાજીના ભાવ આસમાને છે અને હવે દૂધમાં થયેલા ભાવધારાને કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અમૂલે 6 મહિનામાં બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ રૂ.2નો વધારો કર્યો હતો. ત્યારે હવે સુરતની સુમુલ ડેરી દ્વારા પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ બાદ સુમુલે પણ દૂઘના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ નવો ભાવ આગામી અઠવાડિયાથી લાગુ થઇ જશે. જોકે અમુલ દ્વારા નવો ભાવ લાગૂ કરી દેવામાં આવ્યો છે.

(11:52 am IST)