Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

મેઘરજનો વૈડી ડેમ ઓવરફ્લો થયો ,:નીચાણવાળા ગામોને કરાયા સતર્ક

ભારે વરસાદ બાદ અરવલ્લીના મેઘરજનો વૈડી ડેમ ઓવરફ્લો: 199.20 મીટરની મુખ્ય સપાટી વટાવી જતા વૈડી ડેમનું પાણી નદીમાં છોડાઇ રહ્યુ છે.

અરવલ્લી જિલ્લામાં અલગ અલગ ડેમ ઓવરફ્લો થઇ રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં વૈડી અને મેશ્વો ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારે વરસાદ બાદ અરવલ્લીના મેઘરજનો વૈડી ડેમ ઓવરફ્લો થયો છે. 199.20 મીટરની મુખ્ય સપાટી વટાવી જતા વૈડી ડેમનું પાણી નદીમાં છોડાઇ રહ્યુ છે. જેને પગલે તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપ્યું છે. હાલમાં 100 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. પાણી વધે તેવી સંભાવનાને પગલે લોકોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે. ગોઢા, વડથલી, ખોખરિયા, મુનશીવાડા, નારસોલી, વાંક, લાલપુર, જીતપુર સહિતના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

(11:54 am IST)