Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાજ્યમાં હજુ બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે : બનાસકાંઠા,કચ્છ અને પાટણમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે; અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ થવાની શકયતા

અમદાવાદ :  હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં બનાસકાંઠા, કચ્છ અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. મહત્વનું છે કે, છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.

(11:56 am IST)