Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

અમદાવાદ આરટીઓ પાસે હિટ એન્ડ રનની ઘટના કાર ચાલકે 25 વર્ષીય યુવકને ઉડાવ્યો: કરૂણમોત

ચીમનભાઈ બ્રિજ પાસે હિટ એન્ડ રન: ઝુંડાલ ગામનો યુવક યશ ગાયકવાડનું ઘટના સ્થળે મૃત્યુ

 અમદાવાદ આરટીઓ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. કાર ચાલકે 25 વર્ષીય યુવકને ઉડાવ્યો. કાર ચાલક ફરાર થઈ ગયો છે. યુવકનું ઘટના સ્થળે મોત થયું છે,,
  અમદાવાદમાં મોડી રાત્રે આરટીઓ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી . GJ01RP0774 નમ્બરની ઓડી કારે 25 વર્ષીય યશ ગાયકવાડને ઉડાવીને ફરાર થયો હતો  ચીમનભાઈ બ્રિજ પાસે  હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં ઝુંડાલ ગામનો યુવક યશ ગાયકવાડનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે,  એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(2:50 pm IST)