Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

વિરમગામમાં સીએમએમ ભારત દ્વારા ડ્રોઈંગ કોમ્પીટીશન કરી જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

વિરમગામના નીલકંઠ રો બંગલોઝના બાળકોએ બાળકૃષ્ણના ચિત્રમાં રંગ પૂર્યા : ભગવાન શ્રી કૃષ્ણના જીવન વિશે માહિતી આપવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ સહિત દેશ દુનિયામાં જ્યાં હિન્દુ વસી રહ્યા છે ત્યાં ભવ્યાતી ભવ્ય રીતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વિરમગામમાં સીએમએમ ભારત દ્વારા નીલકંઠ રો બંગલોઝ ખાતે અનોખી રીતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નીલકંઠ રો બંગલોઝના બાળકો દ્વારા બાળ કૃષ્ણના વિવિધ ચિત્રોમાં રંગ પૂરવામાં આવ્યા હતા. સીએમએમ ભારતના વંદના નીલકંઠ વાસુકીયા દ્વારા બાળકોને ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ જીવન પ્રસંગો અંગે જાણકારી આપવામાં આવી હતી. બાળકો ભગવાન શ્રી કૃષ્ણના ચિત્રમાં રંગ પૂર્યા બાદ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી... હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી... ના નાદ સાથે કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બાળકોમાં રહેલી સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય તે હેતુથી સીએમએમ ભારત દ્વારા જન્માષ્ટમીના પવિત્ર પર્વ પર ડ્રોઈંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 

(5:54 pm IST)