Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

મહેસુલ મંત્રીની પત્તાપ્રેમીઓને ટકોર : કહ્યું – તહેવારોનો આનંદ માણીએ અને ભૂલથી પણ જુગાર ન રમીએ

વડોદરામાં ઇલેક્ટ્રિક વાહનોન શો રૂમના ઉદ્ઘાટન વેળાએ મહેસુલ મંત્રીનું નિવેદન : કહ્યું - વડાપ્રધાન અને ગૃહમંત્રી બનેએ કૃષ્ણમાંથી ઉર્જા પ્રાપ્ત કરી

વડોદરા તા. 19 :  કોરોના કાળનાં બે વર્ષ પછી સૌપ્રથમ વખત જન્માષ્ટમીની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં વાસણા ભાયલી રોડ પર ઇલેક્ટ્રિક વાહનોન શો રૂમના ઉદ્ઘાટન વેળાએ મહેસુલ મંત્રીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આપણે સૌ પ્રભુના જન્મની ઉજવણી કરીએ. આનંદ માણીએ અને ભૂલથી પણ જુગાર ન રમીએ. જુગાર રમવું એ કુરિતિ છે આપણે તેમાંથી બહાર આવીએ.


આજે જન્માષ્ટમી છે. દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં વાસણા ભાયલી રોડ પર ઇલેક્ટ્રિક વાહનોના શો રૂમનું રાજ્યના મહેસુલ મંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે મીડિયા સાથે વાત કરતા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, જગતમાં પેટ્રોલ ડીઝલ ઘટી રહ્યા છે. વિશ્વવમાં પ્રથમ વડાપ્રધાન મોદીએ ઉર્જાના અન્ય સ્ત્રોતને લઈને મુહિમ આદરી છે. અન્ય સ્ત્રોતને પ્રોત્સાહન આપવા વિશેષ જોગવાઈ કરી છે.

 

વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, જન્માષ્ટમી એ જગતના જગતગુરુ, ગીતાજીનું જ્ઞાન પાથરનાર એવા વિશ્વયોગી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે. વિશેષ કરીને ગુજરાતમાં તેમણે મોટાભાગનું જીવન રાજા તરીકે તેમણે વિતવ્યું છે. ગુજરાતની ધરતીને પવન કરી છે. લોકો આ દિવસે શુભકાર્યની શરૂઆત કરે છે. રાક્ષસોને હણનારા, દુર્જનોને દબાવનારા રાજપુરુષની આજે વિશ્વને જરૂર છે. દેશને જરૂર છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બનેએ કૃષ્ણમાંથી ઉર્જા પ્રાપ્ત કરી છે. આજે દેશને પ્રગતિના ઉચ્ચ શિખર પર લઈ જઈ રહ્યા છે. આ પવિત્ર દિવસે સૌને રાત્રે 12 વાગ્યે પ્રભુ પ્રગટ્યની ઉજવણી કરીએ. આનંદ માણીએ. આપણે ભૂલથી પણ જુગાર ન રમીએ. જુગાર રમવાની કુરિતિ છે તેમાંથી આપણે બહાર આવીએ.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસમાં ખાસ કારીને અષ્ટમીના દિવસે જુગાર રમવાની જૂની પ્રથા છે. જેને લઈને પોલીસ પણ સતર્ક હોય છે. અને આ સમયે અનેક જુગરિયાઓ પણ પકડાય છે. એટલે જો તને મહેસુલ મંત્રીની વાત નહીં માનો તો પોલીસ સ્ટેશનના ચક્કર ખાવા પડી શકે તેન છે.

(9:06 pm IST)