Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

જીતનગર બિરસા મુંડા યુનિવર્સિટીમાથી રૂપિયા 14,000 નાં લોખંડના સળિયાની ચોરી : ચાર શખ્સો ઝડપાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જિતનગર ખાતે બની રહેલી બિરસા મુંડા યુનિવર્સિટીમાં બાંધકામ કરતી ભાવના કંપનીના સુપરવાઈઝર અર્જુન નાથા ભાઈ પ્રજાપતિ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ આ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હોય યુનીવર્સિટીનાં કેમ્પસમાંથી કોલમ બનાવવાના લોખંડના સળીયાની રિંગો આશરે ૨૦૦ રિંગો જેનુ વજન ૨૦૦ કિલો જેટલું લોખંડ જેની કિ.રૂ .૧૪,૦૦૦ની ચોરી કરી લઇ જનાર ચાર શખ્સોમાં સમીરભાઈ રફીકભાઈ રાઠોડ,રહે - નિઝામશાહ દરગાહ,રાજપીપલા ( ૨ ) આર્યનભાઈ રણજીતભાઈ વસાવા (૨હે - સુંદરપુરા નિશાળ ફળીયુ તા - નાંદોદ) ( ૩ ) રવિન્દ્રભાઈ કાનજીભાઈ વસાવા(રહે - સુંદરપુરા હનુમાન ફળીયુ ) તથા ( ૪ ) રવિન્દ્રભાઈ ગુલાબ ભાઈ વસાવા(રહે - સુંદરપુરા હનુમાન ફળીયુ )નાઓને રાજપીપળા પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:20 pm IST)