Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાજપીપળાનાં મોતીબાગ વિસ્તારમાં શ્રાવણિયો જુગાર રમતા 6 શખ્સો રૂ.17,680 સાથે ઝડપાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નાં મોતીબાગ વિસ્તારમાં ચાલતા જુગાર પર પોલીસે છાપો મારી જુગાર રમતા શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે મોતીબાગ માં ચાલતા જુગારધામ પર રેડ કરતા ત્યાંથી ( ૧) ઉમેશભાઈ નટવરભાઈ ભૈયા) રહે. નવાફળીયા રાજપીપલા)  ( ૨ ) દિવ્યેશભાઈ કિશોરભાઈ પંચોલી(રહે.આશાપુરી મંદિર રાજપીપલા) ( ૩ ) કમલેશભાઈ જયંતિભાઇ માછી( રહે. નવાફળીયા રાજપીપલા) ( ૪ ) ભુપેન્દ્રભાઈ ચંપકભાઈ માછી(રહે.નવાફળીયા રાજપીપલા) ( ૫ ) કૌશિકભાઈ દિલીપભાઈ માછી(રહે.મોટા માછીવાડ રાજપીપલા) ( ૬ ) ઈમ્તીયાજભાઈ મુસાભાઈ શેખ( રહે.નવાફળીયા ખાટકીવાડ રાજપીપલા )નાઓની અંગ ઝડતી માંથી રોકડા રૂ .૮,૨૧૦તથા દાવ ઉપરના રોકડા કિ.રૂ ૧૯૭૦ મળી કુલ રોકડા રૂપિયા ૧૦,૧૮૦  તથા મોબાઈલ નંગ .૦૫ કિ.રૂ .૭,૫૦૦ મળી કુલ રૂ.૧૭,૬૮૦ના  મૂદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુનો કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:23 pm IST)