Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

રાજપીપળા મામલતદાર કચેરીના કયાં અધિકારીએ હર ઘર તિરંગા અભિયાન માટે આવેલા રાષ્ટ્રધ્વજ 200 રૂ.માં વેચ્યા..?!

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પીએમ મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા "હર ઘર તિરંગા" અભિયાનમાં જિલ્લાના નાગરિકો ખૂબજ ઉત્સાહભેર જોડાયા,શહેર અને ગામેગામ ફળિયે-ફળિયે લોકોએ પોતાના ઘર, દુકાન, કાર્યસ્થળ જાહેર મિલ્કતો, ગ્રામ્ય વિસ્તારોમાં અને જિલ્લાની વિવિધ સરકારી મિલ્કતો ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાવી "હર ઘર તિરંગા" અભિયાનને ઠેર ઠેર નાગરિકો વધાવ્યો અને આ અવસરે  સમગ્ર જિલ્લો આઝાદીના પર્વની ઉજવણીના રંગે રંગાયો હોય તેવો દેશભક્તિ ભાવ જોવા મળ્યો પરંતુ રાજપીપળા મામલતદાર કચેરીમાં આપણાં ભારત દેશની શાન એવા રાષ્ટ્રધ્વજ નું વેચાણ થયું અને એ પણ એક ક્લાસ -3 અધિકારી દ્વારા કરાયું હોય તેમ જાણવા મળ્યું અને જો આ વાતમાં સત્ય હોય તો આ બાબત ખૂબજ ગંભીર અને શરમજનક કહી શકાય જોકે જાણવા મળ્યા મુજબ આ અધિકારી એ 25 રૂપિયામાં આપવાનો રાષ્ટ્રધ્વજ તેમના વિભાગના તાબામાં આવતા કેટલાક સંચાલકો ને 200 રૂપિયામાં આપી એક રાષ્ટ્રધ્વજ પાછળ 175 રૂપિયાનો નફો રડી લીધો અને એ પણ બે ચાર નહિ બલ્કે અનેક સંચાલકો પાસેથી એક રાષ્ટ્રધ્વજ માટે 200 રૂપિયા નું ઉઘરાણું કર્યું હોવાનું જાણવા મળ્યું છે.તો જો આ બાબત સાચી હોય તો એની જીણવટભરી તપાસ થાય અને દેશની શાન એવા રાષ્ટ્રધ્વજ નું વેચાણ કરનાર આ અધિકારી સામે પગલાં લેવાવા જોઇયે તેવી ચર્ચા હાલ સંભળાઈ રહી છે.

(10:24 pm IST)