Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

પોઇચા ત્રણ રસ્તા પાસે ટ્રક અને કાર અકસ્માતમાં એકનું મોત : ટ્રક મૂકી નાશી ગયેલા ચાલક સામે ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા ગામના ત્રણ રસ્તા પાસે કાર સાથે અકસ્માત કરી એકનું મોત નીપજાવી ટ્રક મૂકી નાશી ગયેલા ચાલક સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર તેજસભાઇ જયંતીભાઈ કઠાનીયા રહે.વડોદરા એ આપેલી ફરિયાદ મુજબ તેમના ભત્રીજા ડારવિણભાઈ હિતેશભાઈ માંકડીયા પોતાની કબ્જાની ફોરવ્હીલ ગાડી નંબર GJ.21.AA.1222 મા તેના મિત્રો ધવલભાઈ મહેશભાઈ ભાલોડીયા તેમજ પ્રિતભાઈ સંજયભાઈ મેઘાણી સાથે મુંબઇ ખાતે ફરવા માટે ગયેલ અને પ્રિતભાઈ મેઘાણીને નંત્રગ ખાતે ઉતારીને પોઇચા સેગવા થઇ પરત વતન ખાતે જઇ રહ્યા હતા તે વખતે પોઇચા ત્રણ રસ્તા પાસે સામેથી આવતી ટ્રક નંબર MH.24.AU.3183 ના ચાલકે પોતાની ટ્રકને બેફામ અને હંકારી ફોરવ્હીલ ગાડી સાથે એક્સીડન્ટ કરી ડારવિણ ભાઈ માંકડીયાને શરીરે ગંભીર ઇજાઓ કરી સ્થળ ઉપર મોત નીપજાવી તેમજ ધવલભાઈ ભાલોડીયાને શરીરે ગંભીર ઇજાઓ કરી ટ્રકનો ચાલક ટ્રક મુકી સ્થળ ઉપરથી ભાગી જઇ ગુન્હો કરતા રાજપીપળા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:27 pm IST)