Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

વડોદરા કોર્પોરેશન આયોજીત મટકી ફોડ સ્પર્ધામાં ગોવિંદા નીચે પટકાંયો :માથાના ભાગે ગંભીર ઇજા

ત્રણ સતરના પિરામિડમાં મટકી ફોડવા ચડતી વેળાએ યુવાનનો પગ સ્લીપ થતાં બેલેન્સ ગુમાવ્યું

વડોદરા : કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી નિમિતે વડોદરામાં કોર્પોરેશન દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ દુર્ઘટના ઘટી હતી જેમાં મટકી ફોડતા સમયે ગોવિંદા નીચે પટકાંતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી

વડોદરા કોર્પોરેશન દ્વારા આયોજિત મટકી ફોડ સ્પર્ધા યોજાઇ હતી. મટકી ફોડવા પિરામિડ બનાવવામાં આવ્યો હતો. ત્રણ સતરના પિરામિડમાં મટકી ફોડવા ચડતી વેળાએ યુવાનનો પગ સ્લીપ થતાં બેલેન્સ ગુમાવ્યું હતું અને એકા એક યુવાન જામીન પર પટકાયો હતો. આ દરમિયાન યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે ને લીધે આયોજન સ્થળે નાશભાગ મચી ગઇ હતી અને લોકોના જીવ તાળવે ચોંટયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

(11:00 pm IST)