Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

કડાણા ડેમની સપાટીમાં એકધારો વધારો : ડેમમાંથી 26 હજાર ક્યુસેક પાણી છોડાયું

ડેમનું રુલ લેવલ જાળવવા મહી નદીમાં પાણી છોડાઈ છે :ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા

અમદાવાદ :  ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદના પગલે રાજ્યના અનેક જળાશયો પાણીની નવી આવક આવી છે. જેમાં મહીસાગરના કડાણા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ ડેમનું રુલ લેવલ જાળવવા મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેમાં ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા છે. તેમજ ડેમમાંથી 26 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. 2 પાવરહાઉસ કાર્યરત કરી પાવરહાઉસ મારફતે પાણી છોડાયું છે. જયારે કડાણા ડેમની ભયજનક સપાટી 416 ફૂટ પર પહોંચી છે

(11:36 pm IST)