Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

‘નંદ ઘેર આનંદ ભયો’ ના નારા સાથે મેમનગર ગુરુકુલમાં ઉજવાયેલ શ્રી કૃષ્ણજન્મોત્સવ

બે લાખ ઇયર શલાકા(સળી) દ્વારા બનાવેલ હિંડોળાના દર્શનાર્થે ઉમટેલો માનવ મહેરામણ

અમદાવાદ તા.૨૦  જન્માષ્ટમીની શુભ રાતે બરાબર ૧૨ કલાકે મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીએ, બે લાખ ઇયર શલાકાના બનાવેલ કલાત્મક હિંડોળા અને પારણામાં ઝુલતા બાલસ્વરુપ શ્રી કૃષ્ણ ભગવાન-ઘનશ્યામ મહારાજની આરતિ ઉતારી, દર્શન ખુલ્લા મૂક્યા ત્યારે ચારે બાજુથી હજારો દર્શનાર્થીઓએ ભગવાન શ્રી કૃષ્ણના જયનાદ સાથે નંદઘેર આનંદ ભયોના નારા લગાવ્યા હતા.

        તરત જ નંદબાબા પોતાના વહાલસોયા બાળ કૃષ્ણને ટોપલામાં પધરાવી સ્ટેજ પર આવતા ગુરુકુલના વિદ્યાર્થીઓએ અને સંતોએ રાસની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ મટકી ફોડનો અદ્ભૂત કાર્યક્રમ કર્યો હતો. પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જન્માષ્ટમીનો મહિમા સમજાવ્યો હતો.      

(12:38 pm IST)