Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

જિજ્ઞેશ મેવાણી આકરાર મૂડમાંઃ સરકાર શું સંદેશ આપવા માગે છે ? ગેંગ રેપ થશે તો આરોપીઓને છોડી મૂકાશે?

અમદાવાદઃ બિલકિસ બાનું કેસનાં આરોપીઓને છોડી દેવાની ઘટનાને કોંગ્રેસ અયોગ્ય ગણાવી રહી છે. આરોપીઓને પાછા જેલમાં મોકલી દેવાની માંગ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મહિલા છેડતી રેપની ઘટનાઓ વધતી જતી હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરાયો છે. રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિકે જણાવ્યું હતું કે બિલ્કિશ બાનુના ૧૧ દોષિતો જેલની બહાર ફરી રહ્યા છે

ર૦૦રમાં પ્રેગનન્સી સમયે સામૂહિક દુષ્કર્મ થયું હતું. તેમની દીકરી અને પરિવારોની હત્યા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જે બોલે છે તેમાં વજન કેટલું છે તે દેખાય છે. આ સરકારમાં સંવેદનશીલતા રહી નથી. સરકારમાં પણ મહિલાઓ બેઠા છે પણ તેઓને કશું બોલવું નથી.

ગઈકાલે ૪૬ વર્ષના પુરુષે ૧૬ વર્ષની દીકરીનું ગળું કાપ્યું. સુરતમાં પણ આવી ઘટના બની તેમ છતાં અત્યાચાર બંધ થયા નથી. દીકરીઓ શાળામાંથી ડ્રોપ આઉટ કરે છે. આ દીકરીઓના ડ્રોપ આઉટમો આંકડો ગુજરાતમાં ચિંતા જનક છે. બિલ્કિશ બાનુના કેસમાં મુખ્‍યમંત્રી, ગૃહમંત્રી  ચૂપ છે. તેમની ચુપ્પી બતાવે છે.

કાર્યકારી અઘ્યક્ષ જીગ્નેશ મેવાણી એ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આવી બીજી કોઇ ઘટના જોવા નહી મળે કે ગર્ભવતી મહિલા પર સામુહિક બળાત્કાર થયો હોય. ત્રણ વર્ષના બાળકની હત્યા કરવામાં આવી છતાં સરકારે બળાત્કારીઓને જેલમાંથી છોડ્યા. બળાત્કારીઓનું સ્વાગત કરાયું અને મીઠાઇ ખવડાવાઇ.

(1:12 pm IST)