Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ગુજરાતના પટેલ પ્રધાનમંડળમાં ઓચિંતા આવી પડેલા ફેરફારોને પગલે આઈપીએસ અને આઈએએસ અધિકારીઓની બદલીના મસ મોટા ઘાણવાને બ્રેક લાગી ગઈ ?

અમદાવાદ : ગુજરાતમાં અચાનક રાજકીય વાતાવરણ ગરમાવવા લાગ્યું છે અને બે સિનિયર કેબિનેટ પ્રધાનો શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને શ્રી પૂર્ણેશ મોદી પાસેથી મહત્વના મહેસુલ અને માર્ગ મકાન ખાતા પાછા લઈ લેવાયા છે અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ને આ ખાતાનો હવાલો સુપ્રત થયો છે.

  દરમિયાન આ ફેરફારોના પગલે નજીકના ભવિષ્યમાં ૫૫ થી ૬૦ આઇપીએસ પોલીસ અધિકારીઓની અને તેથી પણ વધુ સંખ્યામાં ડીડીઓ, સચિવો સહિતના આઈએએસ અફસરોની બદલીઓ માટે પટેલ સરકાર ગંભીરતાથી વિચારી રહી હતી તેને હવે હાલતુર્ત બ્રેક લાગી જશે તેવા અહેવાલો ટોચના વર્તુળો જણાવે છે. વિશેષ વિગતો મેળવાય રહી છે.

દરમિયાન ટોચના જાણકાર વર્તુળોના કહેવા પ્રમાણે 2 થી 3 દિવસમાં ટોચના અધિકારીઓની બદલી તોળાઈ રહી છે,

દરમિયાન જાણકાર વર્તુળોમાં વડોદરાના કોઈ મોટા જમીન કૌભાંડની પણ ભારે ચર્ચા જાગી છે

(9:22 pm IST)