Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતના પ્રવાસે :ચૂંટણી સંદર્ભે કોર ગ્રુપની બેઠક

પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં આ તમામ બેઠક યોજાશે:સાંજે મુખ્યમંત્રી નિવસસ્થાને કોર ગ્રુપની બેઠક યોજાશે:વિધાનસભાની ચૂંટણીઓને લઈ ચર્ચા હાથ ધરાશે.

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ કાલે ગુજરાત મુલાકાતે આવશે અને પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે મેરેથોન બેઠક કરશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલ પણ તમામ બેઠકોમાં હાજરી આપશે. તેમની ઉપસ્થિતિમાં પ્રદેશ મોર્ચાથી લઈ પ્રદેશ નેતાઓ સુધી અલગ અલગ બેઠક યોજાશે. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં આ તમામ બેઠક યોજાશે. તેમજ સાંજે મુખ્યમંત્રી નિવસસ્થાને કોર ગ્રુપની બેઠક યોજાશે. આ કોર ગ્રુપની બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ ચર્ચા હાથ ધરાશે. રાજ્યમાં આગામી થોડા મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી આવશે અને વિધાનસભા ચૂંટણીના પડઘમરૂપે જ વારંવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ સહિતના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થયો છે.

(8:59 pm IST)