Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ગુજરાતમાં 18 લાખ મતદારો નકલી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: ચૂંટણી કમિશનરને રજૂઆત :હાઇકોર્ટમાં ઘા નાખશે

એકજ સોસાયટી, એકજ ઘર અને કુટુંબમાં નકલી મતદારો હોવાનું સામે આવ્યું: કોંગ્રેસ દ્વારા સર્વે કરાયો : 2017માં 1 હજાર કરતા ઓછા મતથી કોંગ્રેસ 20 બેઠક હારી હતી. ત્યારે આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવાની માગ કરી

અમદાવાદ : ગુજરાતમાં 18 લાખ મતદારો નકલી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. આ મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ એક્શનમાં છે ત્યારે કોંગ્રેસ દ્વારા સર્વે કરાયો છે. જેમાં આ હકીકત સામે આવી છે. એકજ સોસાયટી, એકજ ઘર અને કુટુંબમાં નકલી મતદારો હોવાનું સામે આવ્યું છે. તો ચૂંટણી પંચ કોઈ પગલાં નહીં ભરે તો હાઇકોર્ટનો સહારો લેવાની પણ તૈયારી કોંગ્રેસે કરી છે.

જેમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં એક વ્યક્તિ વધુ જગ્યાએ મતદાન ન કરે તે જરૂરી છે… નકલી મતદારો હયા છે મૃત્યુ પામ્યા નથી.ત્યારે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માગ કરાઈ છે. ચૂંટણીમાં નકલી મતદારો ઘણી બેઠકો પર હારજીત નક્કી કરી શકે છે,, ત્યારે 2017માં 1 હજાર કરતા ઓછા મતથી કોંગ્રેસ 20 બેઠક હારી હતી. ત્યારે આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવાની માગ કરી છે

(9:10 pm IST)