Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

ભચરવાડા ગામના પટેલ ફળીયામા જુગાર રમતા સાત ખાનદાની નબીરાઓ પોલીસના હાથે ઝડપાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભચરવાડા ગામમાંથી રાજપીપળા પોલીસે જુગાર પર રેડ કરી રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો દાખલ કર્યો છે

મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસ જન્માષ્ટમી નિમિત્તે ચેકિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ભચરવાડા ગામના પટેલ ફળીયામા ચાલતા જુગાર પર છાપો મારતા ચાર શકસો ઝડપાઈ ગયા હતા જેમાં ( ૧ )ભાવેશભાઇ હસમુખભાઇ પટેલ ( ૨ )અલ્પેશકુમાર ભુપેન્દ્રભાઇ પટેલ ( ૩ ) કમલેશભાઇ મુળજીભાઇ પાટણવાડીયા (૪) રાજેશકુમાર મણીલાલ પટેલ( તમામ રહે.પટેલ ફળિયું,ભચરવાડા) નાઓ પકડાઈ ગયા હતા

જ્યારે ( ૧ ) ભાવિનભાઇ રમેશભાઇ પટેલ ( ૨ ) રજનીકાંત મુળશંકરભાઇ પંડ્યા ( ૩ ) કમલેશ ભાઇ નટવરભાઇ પટેલ( રહે.પટેલ ફળિયું,ભચરવાડા )નાઓ પોલીસને જોઈ નાશી ગયા હતા આ રેડ દરમિયાન પોલીસે રોકડા રૂ .૮,૦૪૦  તથા દાવ ઉપરના રોકડા રૂ. ૩૨૫૦ મળી કુલ રોકડા રૂપિયા ૧૧,૨૯૦ નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે ગુનો દાખલ કર્યો છે.

(10:32 pm IST)