Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રવિવારે રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે નર્મદા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ યોજાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મળતી માહિતી મુજબ નર્મદા યોગાસન સ્પોર્ટ એસોસિએશન દ્વારા તારીખ 21 ઓગસ્ટ ને રવિવાર ના રોજ યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવનાર છે. આ પ્રસંગે આશરે 50 જેટલા સ્પર્ધકો એ આ ચેમ્પિયનશીપ માં ભાગ લેવાના હોવાનું જાણવા મળેલ છે. રાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધા મા ભાગ લેવા માટે રાજ્ય કક્ષા એ ભાગ લેવું અને રાજ્ય કક્ષા એ જવા માટે જિલ્લા કક્ષાએ વિજેતા થવું અનિવાર્ય હોઈ માટે યોગ પ્રત્યે રસ ધરાવતા યુવાનો યુવતીઓ એ આ સ્પર્ધા મા ભાગ લેવો આવશ્યક છે. વધુ માહિતી માટે નર્મદા જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ એસો.નાં કો-ઓર્ડિનેટર હેતલબેન ગાંધી મો.9925018547 સંપર્ક કરવા જણાવાયું છે.
લોકો મા યોગ પ્રત્યે રુચિ વધે અને યોગ દ્વારા શરીર સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રહે એવા હેતુ થી કેન્દ્ર સરકાર દ્વારા એક અલગ યોગ મંત્રાલય ઉભું કરવામાં આવ્યું છે. ગત 21 જૂન ના રોજ દેશવ્યાપી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરાઈ હતી અને લાખોની સંખ્યા મા લોકો એ અલગ અલગ જગ્યાઓ ઉપર યોગ કરવામાં આવ્યા હતા. આ ઉજવણી પાછળ નો હેતુ પણ વધુ ને વધુ લોકો ને યોગ તરફ આકર્ષવાનો જ હતો માટે  21 ઓગસ્ટ ને રવિવારે રાજપીપળા ના ધાબા ગ્રાઉન્ડ ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાનારા યોગ ચેમ્પિયનશીપમાં મા ભાગ લેવા માટે તમામ યોગાના ખેલાડીઓ, યોગ ટ્રેનરો અને યોગમા રુચિ ધરાવતા જિલ્લાના નાગરિકોને આમંત્રિત કરાયા છે.

(10:35 pm IST)