Gujarati News

Gujarati News

News of Saturday, 20th August 2022

રુંઢ ગામમાં મહાદેવ મંદિરનાં ઓટલા પર જુગાર રમતા 10 વ્યક્તિઓ સામે ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રુંઢ ગામમાં જુગાર રમતા શખ્સોને પોલીસે પકડી ગુનો દાખલ કર્યો છે
રાજપીપળા પોલીસે શ્રાવણ મહિના નાં જુગાર બાબતે વોચ માં હતી એ સમયે મળેલી બાતમીના આધારે રુંઢ ગામમાં રેડ કરતા ત્યાં મહાદેવના મંદીરના ઓટલા પર જુગાર રમતા ( ૧ ) નરેન્દ્રભાઇ રાયજીભાઇ વસાવા ( ૨ ) અલખામભાઇ ભીખાભાઇ વસાવા ( ૩ ) શાંતીલાલભાઇ કાનજીભાઇ વસાવા(ત્રણેય રહે - રૂંઢ તા - નાંદોદ )ને પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે ( ૪ ) હસમુખભાઇ ગોરધનભાઇ વસાવા ( ૫ ) સુરેશ ભાઇ ગોવરધનભાઇ વસાવા ( ૬ ) દશરથ લવઘણભાઇ વસાવા ( ૭ ) રણજીત પ્રમોદસિંહ ચૌહાણ ( ૮ ) ગજેન્દ્ર ભુપેન્દ્રસિંહ ચૌહાણ ( ૯ ) અનિલ અરવિંદભાઇ વસાવા ( ૧૦ ) બકો ચેતનભાઇ ઉર્ફે ચેતાનભાઇ વસાવા (તમામ રહે - રુંઢ) પોલીસ જોઈ નાશી જતા તેમને વોન્ટેડ જાહેર કરાયા હતા ત્યારે પકડાયેલાં ઇસમની પાસેથી રોકડા રૂપિયા 1,620 કબ્જે લઈ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:37 pm IST)