Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

૧૪ જેટલા ગંભીર ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

આરોપીને ગુજરાત એટીએસે ઝડપી લીધો : આરોપી અને ચાર સાગરીતો વિરૂદ્ધ ૧૧ જાન્યુઆરી રોજ સુરત લાલગેટ પોલીસ સ્ટેશન ગુજસીટોક ગુનો નોંધાયો હતો

અમદાવાદ,તા.૧૮ : ૧૪ જેટલા ગંભીર ગુનાનો વોન્ટેડ આરોપી ગુજરાત એટીએસના સકંજામાં આવ્યો છે. અમદાવાદ અને સુરત પોલીસ માટે માથાનો દુઃખાવો બનેલા કુખ્યાત આરોપીની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે જાન્યુઆરી મહિનાથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો. ગુજરાત એટીએસની ગિરફતમાં રહેલ કુખ્યાત અશરફ નાગોરીની મહારાષ્ટ્ર ધરપકડ કરવામાં આવેલી છે. આરોપી છેલ્લાં ૯ મહિનાથી પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર નવાપુરામાં પોતાની ઓળખ બદલી છુપાઈ રહેતો હતો. જો કે એટીએસને બાતમી મળતાં ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી અશરફ નાગોરી અને તેનાં ચાર સાગરીતો વિરૂદ્ધ ૧૧ જાન્યુઆરી રોજ સુરત લાલગેટ પોલીસ સ્ટેશન ગુજસીટોક ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી અશરફ અને તેનાં સાગરીતોએ એડવોકેટ હસમુખલાલ પર જીવલેણ હુમલો કરી ફાયરિંગ કર્યું હતુ.

        જેમાં ૩ આરોપી ધરપકડ થઈ છે અન્ય એક સાગરીત ફરાર છે જેની પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી અશરફ નાગોરી ગુનાહિત કુંડળી પર નજર કરીએ તો અમદાવાદ વર્ષ ૨૦૦૩માં નોંધાયેલ જેહાદી ષડ્યંત્ર ગુનામાં આરોપી અશરફ નાગોરી સહિત ૫૪ આરોપી ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અશરફ સાત વર્ષ જેલ રહ્યો હતો. આ ઉપરાંત ૧૧ આમ્સ એક્ટ ગુના બનાવટી દસ્તાવેજ બનાવી છેતરપિંડી અને હત્યા પ્રયાસના ગુનામાં સંડોવણી સામે આવી હતી. જેમાં ધણા ગુનાઓમાં ફરાર પણ હતો.ગુજરાત એટીએસ આરોપી ધરપકડ બાદ સુરત પોલીસ સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ચોક બજારમાં, ઉમરા, ઉધના, લાલગેટ, કતારગામ, સલાબતપુરા અને ક્રાઇમ બ્રાંચમાં આરોપી અશરફ વિરૂદ્ધ ૧૪ જેટલાં ગુના નોંધાયા છે. જેની ગેંગનો મુખ્ય આરોપી ફિરોઝ ઉર્ફે ગજની અંસારી પોલીસને થાપ આપી હજી પણ ફરાર છે. જેથી પોલીસને શંકા છે કે, આરોપી કોઈ ગંભીર ગુનાને અંજામ આપી શકે છે ત્યારે જોવું એ રહ્યુ કે સુરતને માથે લેનાર કુખ્યાત આરોપી પકડાય છે કે પછી વધું એક ગભિર ગુનો કરી પોલીસને પડકાર ફેંકે છે.

(9:08 pm IST)