Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કોરોના વેક્સીનેશન મહાઅભિયાનમાં નર્મદા જિલ્લામાં ૨૫,૪૨૨ વ્યક્તિઓને વેક્સીનેટ કરાયાં : જિલ્લામાં ૮૭ ટકાની કામગીરી પૂર્ણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧ માં જન્મદિન નિમિત્તે આદરવામાં આવેલા રાજ્યવ્યાપી કોરોના મહાઅભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં ૧૮ થી વધુની વયની એકપણ વ્યક્તિ કોરોના પ્રતિરોધક રસીથી વંચિત ન રહે તે હેતુસર જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણાની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર ધ્વારા  નર્મદા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો સહિત કુલ-૨૦૧ જેટલા કેન્દ્રો ખાતે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન યોજાયું હતું. તા.૧૭ મી સપ્ટેમ્બર,૨૦૨૧ના રોજ જિલ્લામાં ૩૮,૫૦૦ વ્યક્તિઓને કોરોના વેક્સિન હેઠળ આવરી લેવાના લક્ષ્યાંક સામે ૨૫,૪૨૨ વ્યક્તિઓને કોરોના વેક્સિનની રસી અપાઇ છે. નર્મદા જિલ્લામાં ૪,૨૪,૩૪૯ વ્યક્તિઓના લક્ષ્યાંક સામે જાન્યુઆરી-૨૦૨૧ થી આજદિન સુધી ૩,૭૨,૦૭૯ (૮૭ ટકા) વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને ૧,૭૬,૮૭૦ વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝની રસી અપાઇ છે આમ, જિલ્લામાં કોરોનો વેક્સીનેશનની ૮૭ ટકાની પૂર્ણ કરી કરવામાં આવી  છે.

(10:13 pm IST)