Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કાલથી શ્રાધ્ધ પક્ષ : પિતૃદેવોના તર્પણ માટેનું પર્વ

તિથિના સંયોગને લીધે છઠ્ઠ અને સાતમના શ્રાધ્ધ વચ્ચે એક બ્રેક, ચૌદશનું શ્રાધ્ધ અમાસે થશે

અમદાવાદ તા. ૨૦ : હિન્દુ શાસ્ત્રો પ્રમાણે પિતૃઓને તર્પણ અને પિંડદાન માટે ભારે મહાત્મ્ય ધરાવતા શ્રાદ્ઘ પક્ષનો આવતીકાલે મંગળવારથી આરંભ થશે.

૨૧ સપ્ટેમ્બરથી ૬ ઓકટોબર સુધીના ૧ ૬ દિવસના શ્રાદ્ઘ પક્ષમાં અલગ અલગ તિથિ પ્રમાશે પિતૃઓને શ્રાદ્ઘ અર્પણ કરાશે. શાસ્ત્રો મુજબ, પડવાથી અમાસ સુધી પિતૃઓની આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ઘથી કરેલું પિંડ, જળ. તર્પણ, ભોજનદાનને શ્રાદ્ઘ કહેવાય છે. સામાન્યપણે શ્રાદ્ઘ પક્ષ ૧૬ દિવસનું હોય છે. જેમાં ચાલુ વર્ષે ૧૬ દિવસનો જ શ્રાદ્ઘ પક્ષ છે. પરંતુ તેમાં તિથિના સંયોગને પગલે વચ્ચે બે દિવસનો બ્રેક આવે છે. છઠ્ઠ અને સાતમના શ્રાદ્ઘ વચ્ચે ર૭  સપ્ટેમ્બરના દિવસે એક દિવસ ખાલી છે. જયારે ૪ ઓકટોબરના રોજ તેરસના શ્રાદ્ઘ બાદ પ ઓકટોબરનો દિવસ ખાલી છે અને ૬ ઓકટોબરે ચૌદશ, પૂનમ, અમાસનું શ્રાદ્ઘ એક સાથે થશે.

મહારાજ કિરીટદત્ત શુકલે જણાવ્યું હતું કે, શ્રાદ્ઘ પક્ષમાં ધાર્મિક ક્રિયા, વિધિ, પરંપરા સદીઓથી ચાલી આવે છે. હિન્દુ સમુદાયમાં શ્રાદ્ઘ પક્ષનું ભારે મહત્ત્વ હોવાની સાથે જ શહેરીજનો પોતાની ક્ષમતા મુજબ પિતૃતર્પણ, પિંડદાન સહિતની ધાર્મિક ક્રિયાઓ કરશે. ૬ ઓકટોબર સુધી શ્રાદ્ઘ પક્ષ બાદ નવરાત્રિ પર્વનો આરંભ થશે. ર૧ સપ્ટેમ્બરથી શરૂ થતાં શ્રાદ્ઘ પક્ષમાં મંગળવારે પડવાનું શ્રાદ્ઘ છે. પૂર્ણિમાનું શ્રાદ્ઘ હોતુ નથી. પૂર્ણિમાના દિવસે ગુજરી ગયેલા પિતૃ, સ્વજનોનું શ્રાદ્ઘ સર્વપિતૃ અમાવસના દિવસે જ થાય છે. જયારે આ વર્ષે તિથિના સંયોગને કારણે ચૌદશનું શ્રાદ્ઘ અમાસના અસ્ત્ર, શસ્ત્ર અને અકસ્માતથી નિધન થયું હોય એવા પિતૃઓ, સ્વજનોનું શ્રાદ્ઘ ૬ ઓકટોબરના રોજ સર્વપિતૃ અમાસના દિવસે કરવાનું રહેશે. ૪ ઓકટોબરે પૌવા તેરસ રહેશે.(૨૧.૩)

૨૧ સપ્ટેમ્બરથી ૬ ઓકટોબર સુધીના શ્રાદ્ઘ પર એક નજર

૨૧ સપ્ટેમ્બરના મંગળવારે પડવાનું શ્રાદ્ઘ રહેશે. ત્યારબાદ ર૨ સપ્ટેમ્બરના બુધવારે બીજનું શ્રાદ્ઘ, ૨૩ સપ્ટેમ્બરના રોજ ગુરૂવારે ત્રીજનું શ્રાદ્ઘ, ર૪ સપ્ટેમ્બરના રોજ શુકવારે યોથનું શ્રાદ્ઘ, ર૫ સપ્ટેમ્બરના શનિવારે પાંચમનું. ર૬ સપ્ટેમ્બરના રોજ રવિવારે છઠનું શ્રાદ્ઘ રહેશે. જયારે ૨૭ સપ્ટેમ્બરનો સોમવારનો દિવસ ખાલી છે. ત્યાર બાદ ૨૮ સપ્ટેમ્બરે મંગળવારે સાતમનું, ૨૯ સપ્ટેમ્બરના બુધવારે આઠમનું શ્રાદ્ઘ, ૩૦ સપ્ટેમ્બરના રોજ ગુરુવારે નોમનું. સૌભાગ્યવતીનુ શ્રાદ્ઘ, ૧ ઓકટોબરના શુકવારે દશમનું શ્રાદ્ઘ, ર ઓકટોબરના શનિવારે અગિયારસનું, ૩ ઓકટોબરના રવિવારે બારસનું. ૪ ઓકટોબરના સોમવારે પૌવા તેરસ નિમિત્ત્।ે તેરસનું શ્રાદ્ઘ રહેશે. પ ઓકટોબરના મંગળવારે બ્રેક બાદ ૬ ઓકટોબરે સર્વપિતૃ અમાસ સાથે જ ચૌદશ, પુનમ, અમાવસનું શ્રાદ્ઘ કરી શકાશે.

(4:26 pm IST)