Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ગુજરાતમાં સમયસર જ ચૂંટણી યોજાશે : મુખ્ય ચૂંટણી કમિશનર

મુખ્ય ચૂંટણી કમિશનર પરિવાર સાથે મા અંબાના દર્શન કરવા પહોંચ્યા

અંબાજી :  ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલા યોજાશે. જોકે આ અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે સ્પષ્ટતા કરી છે કે ચૂંટણી સમયસર જ યોજવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર પરિવાર સાથે મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે- ગુજરાતમાં સમયસર જ ચૂંટણી યોજાશે સાથે જ તેમણે ભક્તોને પણ અપીલ કરી કે તેઓ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. તેમણે કહ્યું કે- અંબાજી માતા માટે તેમને અતૂટ શ્રદ્ધા છે અને સમયાંતરે તેઓ માતાજીના દર્શન કરવા આવતા રહે છે.

(11:50 am IST)