Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સાબરમતી જેલમાં બંધ છે યુપીનો ડોન અતિક અહેમદ

ઔવૈસીને સાબરમતી જેલમાં ડોન અતિકને મળવું'તુઃ તંત્રએ મનાઇ ફરમાવી

અમદાવાદ, તા.૨૦: અમદાવાદની સાબરમતી જેલમાં  ઉત્તર પ્રદેશ  માફિયા સરગના અને ડોન કહેતા બાહુબલી એવો અતીક અહેમદ જેલમાં બંધ છે. આજે તેને મળવા સાબરમતી જેલ પર એક ખાસ રાજનીતિજ્ઞ આવી રહ્યા હતા. અને તે છે AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઔવેસી.

અમદાવાદ સાબરમતી જેલ તંત્રએ AIMIM નાચીફ ઓવૈસીને અતિક અહેમદ સાથે મુલાકાત કરવાની ના પાડી દીધી હતી. તંત્રએ કહ્યું હતું કે અહમદ માત્ર તેના પરિવાર કે વકીલ સાથે જ મુલાકાત કરી શકે છે. અને આ નિયમો અનુસાર અતિક સાથે ઓવૈસીની મુલાકાત સંભવ નથી.

ગુજરાતમાં છ મહિના પહેલા થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીએ પહેલીવાર ગુજરાતમાં પોતાની પાર્ટીના ઉમેદવારો ઉતાર્યા હતા. અને અમદાવાદ મહાનગરપાલિકામાં તેમની પાર્ટીના ચાર ઉમેદવારો જીત્યા હતા. ઔવેસી ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી માટે આવ્યા હતા.

આગામી ફેબ્રુઆરી-માર્ચમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે ત્યારે, બાહુબલી રાજનેતા અતીક અહેમદને મળવા કોઈ ચોક્કસ ઉદેશથી ઔવેસી આવી રહ્યા હોવાનું અનુમાન હતું. અતિક પર લગભગ ૧૦૨ જેટલા ક્રિમીનલ આરોપ છે. અને ૩ જૂન ૨૦૧૯થી અતીક અહેમદને અમદાવાદની ઐતિહાસિક સાબરમતિ જેલમાં યૂપીથી ટ્રાન્સફર વોરન્ટથી લવાયો હતો. ઉત્ત્।ર પ્રદેશની દેવરિયા જેલમાં બેઠા બેઠા મોહિત જયસ્વાલ નામના વ્યાપારીનું અપહરણ કરાવી, જેલમાં માર મારી, લમણા પર રિવોલ્વર તાકીને અને તેની પાંચ કંપનીઓ બે સાગરીતોના નામે કરાવી દીધી હોવાનો પણ આરોપ છે.

ઉત્તર પ્રદેશની એક પણ જેલ બાહુબલી અતીકને પોતાની જેલમાં જગ્યા આપતા ડરતી હતી. પરિણામે ૨૦૧૯માં ચુંટણી પંચના આદેશ બાદ યૂપીની દેવરિયા જેલમાંથી ટ્રાન્સફર આપી અમદાવાદની સાબરમતી જેલમાં ખસેડાયો છે. હવે જયારે,યુપીના બાહુબલી મુખ્તાર અન્સારીને પંજાબની જેલમાંથી યૂપી પરત લાવવામાં આવ્યો છે ત્યારે, અતીકને પણ યૂપી પરત લઇ જવાશે તેવી અટકળોએ વેગ પકડ્યો છે.

ઉતર પ્રદેશમા વિધાનસભા ચૂંટણી છે. બાહુબલી અતીકને,અખિલેશ યાદવ પસંદ નથી કરતા.એવામાં AIMIMનું સુપ્રીમો ઔવેસી,અતીકને જેલમાં બેઠા-બેઠા પોતાની પાર્ટી માટે ચૂંટણી લડી શકે તેવા મતલબની કોઈ વાત કરવા આવતા હોય તેવું શકય બને અથવા પોતાની પાર્ટી માટે અતીક મદદ કરે તેવી કોઈ વાત હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ હવે જેલ તંત્રના નિર્ણયથી તેમની મુરાદ પર પાણી ફરી જાય તેવી સંભાવના છે.

(11:52 am IST)