Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

અંબાજી જતા તમામ માર્ગો પર બોલ માડી અંબે,, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા

ભક્તો માનતા અને બાધા પૂરી કરી શકે તે રીતની મંદિરમાં વ્યવસ્થા : વહિવટી તંત્ર દ્વારા સઘન સુરક્ષા

અંબાજી : આજે ભાદરની પૂનમ બા અંબાનો પ્રાગટ્ય દિવસ છે, ત્યારે માઇ ભક્તો અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આજે શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે લોકો પગપાળા આવી રહ્યાં છે. અંબાજી જતા તમામ માર્ગો પર બોલ માડી અંબે.. જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.

 જિલ્લા કલેક્ટર દ્વારા કોરોનાને લઇને ભાદરવી પૂનમનો મેળો રદ્દ કરાયો છે, પરંતુ ભક્તો માનતા અને બાધા પૂરી કરી શકે તે રીતની વ્યવસ્થા મંદિરમાં કરાઇ છે.. વહિવટી તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા હાથ ધરાઇ છે..

(12:58 pm IST)