Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કોઈ જાતની કલું ન હોવા છતાં મુંબઈની અપહૃત કિશોરીના આરોપીને શોધી, કિશોરીનો કબ્જો પરિવારને સુપ્રત કર્યો

મુંબઈનું એ ગરીબ પરિવાર સુરત પોલીસ પર આંસુઓથી છલકાતી આંખો દ્વારા આશીર્વાદ કેમ વર્ષાવી રહ્યુ છે, જાણવા જેવી કથા : પોલીસ કમિશનર અજય કુમાર તોમરનું અભિયાન ગુજરાતના સીમાડા વટાવી રહ્યુ છે. એસઓજી પીઆઇ આર.એસ .સુવેરા ટીમ દ્વારા અદભૂત કામગીરી

રાજકોટ તા.૨૦, ડ્રગ્સ મુકત સુરત અભિયાન સાથે વડીલો,મહિલાઓની સુરક્ષા, સામાન્ય માણસના બાઈક ઉઠાવતી ગેંગો, જમીન મકાન પચાવતા માફીયાઓ પર ધાક સહિત ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને શોધવા પોલીસ ફોજ અને જરૂર જણાયે પોતાના BSFના કાર્યકાળના  સંપર્ક આધારે આંતર રાજ્ય પોલીસની મદદથી બાળકોને શોધવા જેવા અભિયાનને વધુ એક સફળતા સાંપડી છે, આ વખતે સુરત SoG દ્વારા મુંબઈ પોલીસ દ્વારા વણ ઉકેલ ગરીબ પરિવારના અપહરણના આરોપીને શોધી કિશોરીને મુકત કરાવતા એ ગરીબ પરિવાર દ્વારા સૂરત પોલીસ પર આશીર્વાદ વર્ષાવ્યા છે.

 મુંબઈ પોલીસ દ્વારા સીપી અજય કુમાર તોમારને આરોપીનું સુરત કનેકશન હોવાની શંકા વ્યકત કરેલ, બીજી કોઈ માહિતી તેમની પાસે ન હતી . એક શંકાસ્પદ મોબાઈલ નંબરનો આધાર હતો.સીપી દ્વારા એડી સીપી ક્રાઇમ શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ ,એસીપી આર.આર.સરવૈયા સાથે ચર્ચા કરી મિશન સુપરત કરેલ.

જેમાં મુબઈ વરલી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી અનિલ કોલીએ તેમના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુન્હામાં આરોપી તરીકે ફકત શંકાસ્પદ મોબાઈલ નંબર જ હોય અને તે મોબાઈલ નંબરનુ સુરત કનેકશન હોવાનુ તપાસ દરમ્યાન જણાઈ આવેલ હોય. જેથી આ કામના આરોપી તથા અપહ્યુતને શોધી કાઢવા માટે એસ.ઓ.જી., પીઆઇ આર.એસ.સુવેરા નાઓએ ગુન્હાની ગંભીરતા સમજી તુરત જ હરકતમાં આવી જઈ મુંબઈ પોલીસ પાસેથી સદર ગુન્હાની તમામ પ્રકારની માહિતી એકત્ર કરી આ આરોપીને શોધી કાઢવા તથા તેના કબ્જામાંથી અપહ્યુતને હેમખેમ છોડાવવા માટે એસ.ઓ.જી.,ના માણસોની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી આ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.

 જેમા એસ.ઓ.જી.,ના આઇએસઆઇ અનિલભાઈ વિનજીભાઈ, એઅએસઆઇ જલુભાઈ મગનભાઈ,  એચસી અશોકભાઈ લાભુભાઈ, એચસી દામજીભાઈ ધનજીભાઈ, પીસી મહેન્દ્રસિંહ દિલીપસિંહ તથા પીસી અજયસિંહ રામદેવસિંહ નાઓ સુરત શહેર વિસ્તારમાં આરોપી બાબતે તપાસ કરતા હતા. તે દરમ્યાન એએસઆઇ અનિલભાઇ વિનજીભાઇ તથા એચસી અશોકભાઇ લાભુભાઇ નાઓને મળેલ બાતમી આધારે વરાછા લંબેહનુમાન મંદિર પાસેથી આરોપી દયાશંકર વિનોદકુમાર પાંડે ઉ.વ.૨૪ રહે. રૂમ નંબર ૨ લંબેહનુમાન ટેનામેન્ટ વરાછા સુરત વાળાને ઝડપી પાડેલ છે.

 મજકુર આરોપીની પુછપરછમાં જાણવા મળેલ કે, પોતે મુંબઈ વરલીમાં ડી.એસ.રોડ ગાંધીનગર વિસ્તારમાં આજથી પાંચ-છ માસ પહેલા મેડીકલમાં નોકરી કરવા ગયેલ હતો અને ત્યાંજ મેડીકલમાં રહેતો હતો. આ દરમ્યાન તેના મેડીકલની બાજુમાં રહેતી આ કામની ભોગ બનનાર તેના મેડીકલ સ્ટોર ઉપર દવા ખરીદી કરવા આવતી હતી. જેથી તેની સાથે પરીચય થયેલ અને ભોગબનનાર સામાન્ય ગરીબ પરીવારની હોય. જેથી તેની કુમળી વયનો ફાયદો ઉઠાવી તેને રંગીન સપના બતાવી લોભામણી વાતોથી પોતાની પ્રેમજાળમાં ફસાવેલ. બાદ તેણીને લગ્ન કરવાની લાલચ આપી ઘરેથી ભાગી જવા પ્રેરી ભોગબનનાર ઘરેથી જ્યારે ટ્યુશનમાં ગયેલ ત્યારે તેણીને ટ્યુશનમાંથી બારોબાર ભગાવી સુરત ખાતે લાવી ભોગબનનારને તેના ઉપરોકત મકાનમાં રાખેલ હોવાની હકીકત જણાવતા જેથી તુરતજ મજકુર આરોપીના મકાન ખાતે તપાસ કરતા તે જગ્યાએથી અપહ્યુત સહી-સલામત મળી આવતા તેને મુકત કરાવેલ છે.

 મજકુર આરોપી વિરૂધ્ધમાં ધોરણસર કાર્યવાહી કરી આરોપી તથા અપહૃૃતને મુંબઈ પોલીસને સોંપી આપેલ છે.

(4:04 pm IST)