Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

જીબીઆ અને એજી વિકાસ દ્વારા ર૭મીથી આંદોલનનું એલાનઃ પ મીએ ૧ દિ'ની રાજય વ્યાપી હડતાલ..

ખાલી પડેલ જગ્યાઓ ભરવા-બદલીઓ-પ્રમોશનો-સહિતના પ્રશ્નો અંગે લડત કરાશે

રાજકોટ, તા., ૨૦ :  ગુજરાત વીજ ઇજનેર એસો. જીબીઆ અને અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની બનેલી ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમીતીના આગેવાનો ડીએમ સાવલીયા અને ચેતનસિંહ રાઠોડે પીજીવીસીએલના એમડીને આંદોલનની નોટીસ આપી લડતના કાર્યક્રમોની જાહેરાત કરી છે.

અપાયેલ નોટીસમાં ઉમેરાયું છે. કર્મચારીઓ-ઇજનેરોની ખાલી પડેલ જગયા, બદલીઓ-પ્રમોશનો સહીતના મુદ્દે બે વર્ષથી કોઇ નિરાકરણ આવતુ નથી. આ બાબતે બે વખત નોટીસો પણ ફટકારાઇ છે. હવે આ ત્રીજી અને આખરી નોટીસ-આવેદનથી લડતનું એલાન કરાયેલ છે. નોટીસમાં વિના કારણે અન્યાયી બદલીઓ કરાઇ તેનો પણ ઉલ્લેખ કરાયો છે. આથી વીજ કર્મચારીઓ-અધીકારીઓમાં ઘેરો રોષ પ્રવર્તે છે. મેનેજમેન્ટના અક્કડ અને ઘમંડી  વલણ સામે એજીવકેએસ  અનેજીબીઆ દ્વારા ર૭મીથી તા.૪ ઓકટોબર સુધી તમામ સર્કલ ઓફીસર અને અન્ય તમામ કચેરી સામે કાળી પટ્ટી ધારણ કરી સુત્રોચ્ચાર કરાશે અને પ મી ઓકટોબરે પીજીવીસીએલનો તમામ સ્ટાફ રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ૧ દિ'ની હડતાલ પાડશે.

(4:07 pm IST)